દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યાં
છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વચ્ચે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે સોમવારે ઉમેદવારી નોંધાવી છે. આ સમયે વડાપ્રધાન મોદી,
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના તમામ સહયોગી પાર્ટીઓના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.